પૈસા તમારા માટે શું કરી શકે છે, તે જ તેનું સાચું મૂલ્ય છે.

કલ્પના કરો કે, તમે સવારમાં ઉઠ્યા અને તેમને ખબર પડે છે કે તમને ૧૦૦ કરોડની લોટરી લાગી છે. અને તે આખી રકમ તમારા બેંક એકાઉન્ટમાં જમા પણ થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં તમારા પ્રતિભાવ કેવા હશે અને તમે હવે તે પૈસાને કેવી રીતે ખર્ચ કરશો?

એક સાથે ઘણા બધા વિકલ્પો તમારા મનમાં ઉઠ્યા ને? પણ લોટરીમાં એક પૂર્વનિર્ધારિત શરત છે. શરત કંઈક એવી છે કે આ બધા જ પૈસા સાથે તમારે અને તમારા પરિવારે એક ગુમનામ ટાપુ કે જે દુનિયાંથી સાવ વિખૂટો છે તેના પર બાકીની આખી જિંદગી વિતાવવાની છે. હવે એકદમ જ તમારા મનમાંથી ૧૦૦ કરોડ જેટલી મોટી રકમનું કંઈ જ મૂલ્ય રહ્યું નહીં. કેમકે આ રકમ તમારા રેહવા માટે ઘર નહીં બનાવી શકે, આ રકમ તમારા માટે જમવાની વ્યવસ્થા પણ નહીં કરી શકે, આ રકમ તમારા જીવનને સુરક્ષા પણ નહીં આપી શકે, આ રકમ તમારા માટે એક પાણીનો ગ્લાસ પણ નહીં લાવી શકે.

આ એક નાની દંતકથા આપણને પૈસા વિશેની એક મૂળભૂત વાસ્તવિકતાથી અવગત કરાવે છે.

"આપણી પાસે કેટલા પૈસા છે તે મહત્વનું નથી, પણ તે પૈસા આપણા માટે કરી શું શકે છે તે વધારે મહત્વનું છે."

બાળપણથી જ સમાજ અને મીડિયા આપણને એક વાત મનાવવા પ્રયત્નશીલ રહે છે કે જીવનનું લક્ષ્ય વધતા ઓછા પ્રમાણમાં એક જ છે, "પૈસા કમાવવા". પણ આ વ્યાપકપણે વેચાયેલી માન્યતામાં એક મૂળભૂત ખામી છે.

"પૈસા એક સાધન છે લક્ષ્ય નહીં".

એક ઉદાહરણ થી આ વાક્યને સમજવાની કોશિશ કરીયે. આપણે ગાડી ખરીદીયે છે કેમકે આપણે એક સ્થળેથી બીજા સ્થળે સુવિધાપૂર્વક જવા માંગીયે છે. અને પેટ્રોલ તે યાત્રા માટે આપણી જરૂરિયાત છે. આપણે ગાડી એટલા માટે નથી ખરીદતા કે આપણે તેનાથી જેટલું બને તેટલું પેટ્રોલ ભેગું કરી શકીએ. એ વાત જ કેટલી હાસ્યાસ્પદ લાગે છે કે આપણે ગાડી એટલા માટે ખરીદિયે કે આપણે પેટ્રોલ ભેગું કરી શકીએ. પણ અજાણતા જ મોટાભાગના લોકો એ વિચારધારાને પોતાનું જીવન લક્ષ્ય બનાવી બેઠાં છે.

આ વિષયને અનુરૂપ એક પ્રત્યક્ષ ઉદાહરણ પર નજર કરીયે, ઈલોન મસ્ક. જ્યારે તેણે પોતાની PayPal કંપની Ebay ને વેચી હતી ત્યારે તેની પાસે ૧૮૦ મિલિયન ડોલર મળ્યા હતા. ૧૮૦ માંથી તેને ૩ પ્રોજેક્ટની શરૂઆત કરી જે તેના કોલેજ કાળથી સપના હતા, ઇલેક્ટ્રિક કાર, સોલર એનર્જી અને અંતરિક્ષ. આ બધા પ્રોજેક્ટમાં તેણે પોતાને મળેલા બધા જ પૈસા ખર્ચી નાખ્યા અને પછી તે પોતે એક મિત્રના ઘરે રેહતો હતો. તેને કેટલા પૈસા મળ્યા તે મહત્વનું નથી, સૌથી મહત્વનું એ છે કે તે પૈસા દ્વારા તેણે પોતાના જીવનના ઉદ્દેશ્ય સાકાર કરવાનો પ્રયત્ન કર્યો.

ઈલોન મસ્કનું દ્રષ્ટાંત આપણને પૈસા સાથેના સબંધની એક વાસ્તવિકતા દર્શાવે છે.

આપણે આંતરિક માણસ તરીકે જે છે, પૈસા ફક્ત તેનું બાહ્ય વિસ્તરણ કરે છે.

જો આપણે અંદરથી એક ઉપભોક્તાવાદી છે, તો પૈસાનો ઉપયોગ આપણે બહાર બની શકે તે બધી વસ્તુના ઉપભોગ માટે કરીશું, જો આપણે સ્વતંત્રતાના ઈચ્છુક હોઈશું, તો પૈસાથી શક્ય હોય તેટલી સ્વતંત્રતા મેળવવાનો પ્રયાસ કરીશું, જો આપણે પ્રતિષ્ઠાના આગ્રહી હોઈશું, તો પૈસાથી શક્ય હોય તેટલી પ્રતિષ્ઠા મેળવવા માટે પ્રયત્નશીલ રહીશું, જો આપણે એક અસ્તિત્વવાદી (Survivlist) હોઈશું તો પૈસા હોવા છતાં પણ આપણી પસંદગીઓ તે સ્તરની જ રેહશે, અને જો કોઇ વ્યક્તિ ઇલોન મસ્ક જેવો સ્વપ્નદ્રષ્ટા હશે તો તે પોતાના જીવન ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવાની દિશામાં તે પૈસાનો ઉપયોગ કરશે.

આ વિચાર આપણને એક નિષ્કર્ષ તરફ ઈશારો કરે છે, આપણી પાસે શું છે, આપણે શું કરીયે છે અને આપણે પોતે શું છે. આ ત્રણેય અલગ અલગ વસ્તુઓ છે. હું આ આઇડિયાને "ઓળખનું વર્તુળ" કહું છું.

Screenshot 2024-04-02 at 6.29.45 PM.png